top of page

શૈક્ષણિક શ્રેષ્ઠતા માટે પ્રોત્સાહનસ્થાનિક અને પ્રદેશ શૈક્ષણિક બોર્ડની મુલાકાત

  • academicbotadhoste
  • Apr 14
  • 1 min read

૨૬ નવેમ્બર ૨૦૨૬ ના રોજ, મિસ્ટર ખાન મુહમ્મદ ગિલાની, રિજીયનલ એડયુકેશન બોર્ડ મેમ્બર , અને મિસ્ટર આનંદ સુરાણી, સુરેન્દ્રનગર અને બોટાદ લોકલ એજ્યુકેશન બોર્ડના જોઈન્ટ સેક્રેટરી, અમારી હૉસ્ટેલની મુલાકાતે આવ્યા.


શૈક્ષણિક મુલાકાત – હૉસ્ટેલમાં શિક્ષણનું મૂલ્યાંકન

આ મુલાકાતનો મુખ્ય હેતુ અમારા વિદ્યાર્થીઓની પ્રગતિ નિરીક્ષણ કરવું અને હૉસ્ટેલમાં આપવામાં આવતું શિક્ષણ કઈ સ્તરે છે તે સમીક્ષા કરવી હતું.

મિસ્ટર ખાન વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને શૈક્ષણિક પ્રદર્શન માટે ખુશી વ્યક્ત કરી. તેમણે RISE કાર્યક્રમનું મહત્વ પણ સમજાવ્યું – આ નેશનલ એડયુકેશન બોર્ડ દ્વારા ક્લાસ ૯ થી ૧૨ના વિદ્યાર્થીઓ માટે આયોજિત કેરિયર માર્ગદર્શન કાર્યક્રમ છે.

આ કાર્યક્રમ મુખ્યત્વે ઑફલાઇન છે, જેમાં નિષ્ણાત શિક્ષકો વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપે છે. કાર્યક્રમનો એક ભાગ ઓનલાઈન ક્ષમતા પરીક્ષા (aptitude test) પણ શામેલ છે. પરીક્ષાના પરિણામોના આધારે, નિષ્ણાત શિક્ષકો દરેક વિદ્યાર્થીઓને વ્યક્તિગત માર્ગદર્શન આપશે. આયોજનકારો સ્થાનિક જમાતના વિદ્યાર્થીઓને પણ આમંત્રિત કરવાની યોજના બનાવી રહ્યા છે, જેથી વધુ વિદ્યાર્થીઓ આ તકનો લાભ મેળવી શકે. આ કાર્યક્રમ ડિસેમ્બર ૨૦૨૫ના અંતે યોજાનાર છે.


 
 
 

Comments


bottom of page